ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી
SHARE









ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી આવી હતી જેથી તેને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તેને તજવીજ હાથ ધરી છે
મળતી વિગતો પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ નજીક અનસ હોટલની બાજુમાં આજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળી હતી અને તેના મૃતદેહને ઇરફાનભાઈ ઇસ્માઇલભાઇ રહે. ટંકારા વાળા સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃત્યુ પામેલા વૃદ્ધની ઓળખ મેળવવા માટે થઈને ટંકારા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે
મહિલા મળી આવી
મોરબીના જુના સાદુળકા ગામે રહેતા મનસુખભાઇ બાબુભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૩૨)એ ગત તા. ૨૮/૫/૨૦૨૦ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની નિમુબેન મનસુખભાઈ ડાભી (૩૦) ગુમ થઇ ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં આ મહિલા મળી આવી છે અને પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે નિમુબેનને તેનો પતિ મનસુખભાઈ માનસિક ત્રાસ આપતો હતો જેથી કંટાળી ગયેલા નીમુબેન ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા અને રખડતું ભટકતું જીવન જીવતા હતા અને ત્યાર બાદ છેલ્લા એકાદ મહિનાથી તેઓ પોતાના માવતરે નવા ઝીંઝુડા સોલંકી નગર ગામે જતા રહ્યા હતા અને તેણે કઈ તા. ૩૦/૪/૨૦૨૧ ના રોજ પોતાના મનસુખભાઈ બાલુભાઈ ડાભી સાથે છૂટાછેડા લઈ લીધા છે અને ત્યારબાદ સાકરીયા ગામે રહેતા રોહિતભાઈ સવધાનભાઈ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે
