સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નીપજવનાર વાહનચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નીપજવનાર વાહનચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર આવતા ગાયત્રી ચેમ્બર પાસે અજાણ્યા વાહનચાલકે પગપાળા જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને ઈજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ ઉપર આવેલ વિધાતા પોટરી પાસે ધર્મનગરમાં રહેતા મૂળ ભાયાતિ જાંબુડિયા ગામના રહેવાસી માલાભાઈ પેથાભાઇ સાગઠીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૧૮/૪/૨૦૨૧ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેનો દીકરો રમેશભાઈ માલાભાઈ સાગઠીયા રહે. ભાયાતિ જાંબુડિયા ગામ વાળો પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો અને આ અકસ્માત સર્જીને વાહનચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો જોકે, ફરિયાદીના દીકરાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને બેભાન હાલતમાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં માટે મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે




Latest News