વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન
SHARE









વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન
વાંકાનેર તાલુકાનાં લુણસર ગામે કાલે મંગળવારે ખોડીયાર માતાજી તથા મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવો રાખવામા આવેલ છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે
વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખોડિયાર માતાજી તથા મેલડી માતાજીનો ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવા વસિયાણી પરિવાર દ્વારા રાખવામા આવેલ છે અને તા.૧૭ ને મંગળવારે વસીયાણી પરિવારના ૩૦ નવદંપતી સાતક બેસશે. તેમજ સાંજે ૬ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને મંગળવારની રાત્રે ડાકની રમઝટ રાખવામા આવી છે જેમાં જીવરાજભાઈ કુઢીયા ડાક કલાકાર દ્વારા માતાજીના પરચાનું રસપાન કરાવવામાં આવશે અને વધુ માહિતી માટે ૮૨૦૦૦ ૮૬૮૪૨, ૯૯૭૪૧ ૮૮૦૮૮ અને ૯૭૨૪૯ ૨૫૪૪૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
