મોરબીના પાનેલી ગામે ધારાસભ્યના દીકરાની પુણ્યતિથિએ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
હળવદના સુખપર પાસે મેટાડોરની પાછળ એસટીની બસ અથડાઇ: છ ને ઈજા થતાં સારવારમાં
SHARE









હળવદના સુખપર પાસે મેટાડોરની પાછળ એસટીની બસ અથડાઇ: છ ને ઈજા થતાં સારવારમાં
હળવદના સુખપર પાસેથી સોમવારે વહેલી સવારે સુરતથી ભુજ જતી એસ.ટી. બસ નંબર જીજે 18 ઝેડ ૩૨૨૧ જતી હતી ત્યારે બસના ચાલકે આગળના ભાગમાં જતાં મેટાડોરની પાછળના ભાગમાં એસટીની બસને અથડાવી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં બસના કંડકટર સહિત છ મુસાફરોને ઇજા થઈ હતી અને ઇજા પામેલા લોકોને હળવદ સિવિલે લઈને ગયા હતા અને પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સપનાબેન મેહુલભાઈ રાવલ, અપેક્ષાબેન ઓઝા, મેહુલભાઈ કીરીટભાઈ રાવલ, આતાભાઈ રામભાઈ વાઘ, સોહિલહુસેન સાબરહુશૈન શેખ અને ગૌરવભાઈ જયંતિભાઈ ભાસ્કરને ઇજા થયેલ છે અને પોલીસે હળવદ પોલીસે મેટાડોરના ચાલક દિલીપભાઈ ખીમજીભાઈ રબારીની ફરિયાદ લઈને એસટીના ડ્રાઈવર સામે ગુનો નોંધવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે
