હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો
મોરબીના પાનેલી ગામે ધારાસભ્યના દીકરાની પુણ્યતિથિએ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
SHARE









મોરબીના પાનેલી ગામે ધારાસભ્યના દીકરાની પુણ્યતિથિએ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં ટંકારા પડધરીના ધારાસભ્યનો દીકરો અવસાન પામેલ હતો જેથી તેની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના પાનેલી ગામે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે
મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના દીકરા વિશાલભાઈ લલીતભાઈ કગથરાનું થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં અવસાન થયું તેની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના પાનેલી ગામે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું તા ૧૮ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે અને બુધવારના રોજ સવારે ૮:૩૦ થી સાંજ ૫ વાગ્યા સુધી ગામની પ્રાથમિક શાળામાં કેમ્પ યોજાશે અને આ કેમ્પમાં આવેલા દર્દીઓને દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે. જેથી કરીને પાનેલી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા દર્દીઓને કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ સાથે બપોરે ગામના લોકો તેમજ કેમ્પમાં આવેલા લોકો માટે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે
