હળવદના સુખપર પાસે મેટાડોરની પાછળ એસટીની બસ અથડાઇ: છ ને ઈજા થતાં સારવારમાં
મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી
SHARE









મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી
મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે જેને રોકવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તો પણ બદલી અટકાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ત્રાજપર, માળીયા વનાળીયા ગામના લોકો વતી ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીની બદલી રોકવાની માંગ કરવામાં આવી છે અને જો બદલી રોકવામાં નહીં આવે તો પંચાયત ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
હાલમાં ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તેના તલાટી ક્રમ મંત્રી વી.એસ.ચંદ્રાલાની બદલી રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૭ ના રોજ તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે તેને રોકવા માટે અગાઉ આવેદન પત્ર આપેલ હતું. પરંતુ કોઈ જવાબ મળેલ નથી જેથી ત્રાજપર ગ્રામ પંચાયત તથા માળીયા વનાળીયા ગ્રામ પંચાયત વતી વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વી.એસ.ચંદ્રાલાની બદલી જો સાત દિવસમાં રોકવામાં નહીં આવે તો સરપંચ તથા ગ્રામ પંચાયતની બોડી દ્વારા ગ્રામજનોને સાથે રાખીને પંચાયતને તાળાબંધી કરવામાં આવશે
