મોરબીમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે વિશ્વની દુર્લભ ચલણી નોટો, સિક્કાઓ, સ્ટેમ્પ તથા ટીકીટોનું પ્રદર્શન યોજાશે
SHARE









મોરબીમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે વિશ્વની દુર્લભ ચલણી નોટો, સિક્કાઓ, સ્ટેમ્પ તથા ટીકીટોનું પ્રદર્શન યોજાશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર કે જે અહીંની ધી વી.સી.ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે કાર્યરત છે. તેના દ્રારા આવતીકાલ તા.૧૮-૫ એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે સમગ્ર વિશ્વની દુર્લભ ચલણી નોટ, સિક્કાઓ, સ્ટેમ્પ તથા ટીકીટોનું પ્રદર્શન જાહેર જનતા માટે ગોઠવેલ છે.આ અતિ દુર્લભ એવી વિશ્વની ચલણી નોટો, સિક્કાઓ, સ્ટેમ્પ તથા ટીકીટોનાં સંગ્રહકર્તા એડવોકેટ મિતેશભાઈ દવેનું અમુલ્ય સંગ્રહ છે.તા.૧૮ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૪:૩૦ વિના મુલ્યે અહીંની ધી વી.સી.ટેકનીકલ હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલ ખાતે નિહાળી શકાશે.મિતેશભાઈ દવેનું અમુલ્ય એવું "Display Of World Currency and Tickets" "વિશ્વનું ચલણ તથા ટીકીટોનું પ્રદર્શન " જાહેર જનતા માટે ગોઠવેલ છે.વિશ્વનાં ચલણ તથા ટીકીટોનો સંગ્રહ જોવાં માટે મિતેષભાઇ તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટ તરફથી સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
