સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સામાકાંઠે રહેતા યુવાનનું ગાંધીધામ નજીક રોડ અકસ્માતમાં મોત


SHARE

















મોરબી સામાકાંઠે રહેતા યુવાનનું ગાંધીધામ નજીક રોડ અકસ્માતમાં મોત

મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારની પાછળ આવેલા રામકૃષ્ણનગરમાં રહેતો વણીક યુવાન બાઇક લઇને ગાંધીધામ ગયો હતો જ્યાં ગાંધીધામના પડાણા ગામ પાસે રોડ અકસ્માતના બનાવમાં તેનું મોત નિપજતાં ડેડબોડી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે ગાંધીધામ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારની પાછળ આવેલા રામ કૃષ્ણનગરમાં રહેતા વૈભવ ધીરૂભાઈ પારેખ જાતે વાણીયા નામનો ૨૪ વર્ષીય યુવાન બાઇક લઇને કચ્છના ગાંધીધામ તરફ ગયો હતો અને ત્યાં પડાણા ગામે રામદેવપીરના મંદિર નજીક રોડ અકસ્માતના બનાવમાં તેનું મોત નિપજતા ડેડબોડી અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ ગાંધીધામ વિસ્તારમાં બન્યો હોય ગાંધીધામ પોલીસને બનાવ અંગે આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

અત્રે નોંધનીય છે કે મૃતક વૈભવ ધીરૂભાઇ પારેખ નામનો વણીક યુવાન મોરબીના સામાકાંઠે રામક્રૃષ્ણનગરમાં રહેતો હતો અને તેના પિતા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવાનું કામકાજ કરે છે.મૃતક યુવાન મોડીરાત્રીના બાઇક લઇને મોરબીથી ગાંધીધામ ગયો હતો અને ત્યાં પડાણા ગામ નજીક કોઈ કારણોસર તેનું રોડ અકસ્માતમાં મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.જો કે મૃતક યુવાન જે વિસ્તારમાં રહે છે તે મોરબીના સામાકાંઠે રામક્રૃષ્ણનગર વિસ્તારમાં લોકમુખે થતી ચર્ચા મુજબ યુવાન પોતાના ઘર નજીક પહેલાં રહેતા અને હવે ગાંધીધામ રહેવા ચાલ્યા ગયેલા પરિવારની કોઈ યુવતીને મળવા માટે ગયો હતો અને આ બનાવ બનેલ છે.આ વાતને લઇને મૃતકના રહેણાંક વિસ્તારમાં તરેહ તરેહની વાતો થતી હોય ગાંધીધામ પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરે તે જરૂરી બન્યુ છે.

ગુમ થયેલા યુવાનની ભાળ મળી

મોરબીના પંચાસર રોડ નાની કેનાલ રોડ ઉપર શિવ પેલેસમાં રહેતા અને મૂળ લખતર જોડીયા જામનગરના વતની હિતેશભાઈ જમનભાઈ ચનીયારા જાતે પટેલ નામનો ૨૮ વર્ષીય યુવાન કે જે રો-મટિરિયલનો ધંધો કરતો હતો તે ગત તા.૧૨-૫ ના સવારે દસેક વાગ્યે ઘરેથી કામે જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો.જે અંગે ઘરમેળે તપાસ કરી યુવાનના પિતા જમનભાઇે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેના ટેન્શનમાં હિતેશ ચનિયારા મોરબીથી ચોટીલા ત્યાંથી રાજકોટ અને બાદમાં પોતાના સાઢુ ભાઈને ત્યાં અમદાવાદ હોટલે આવ્યો હતો અને હાલ ગુમ થયેલ યુવાનની ભાળ મળી જતાં પોલીસ અને યુવાનના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.




Latest News