વાંકાનેરના વીડી ભોજપરા ગામે હજજ ટ્રેનિંગ પ્રોગ્રામ-૨૦૨૨નો કાર્યક્રમ યોજાયો
ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન
SHARE









ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન
ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ ૧૬૦૦ કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા છે અને તા ૧૪ મે ના રોજ કોટેશ્વર (કચ્છ) થી રાત્રે ૮:૩૦ વાગ્યે શરૂ થયેલ આ સાયકલ યાત્રા ૩૦ મે સુધી ચાલશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવું, દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ અને દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી,સામગ્રી એકત્રિત કરવી તેવા છે આ યાત્રામાં જોડાવા માટે અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા માટે મિલન રાવલ (9016982199) અને શૈલેન્દ્રસિંહ ગોહિલ (9016166584) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
