મોરબીમાં જિલ્લા કિસાન મોરચાની કારોબારીની બેઠક હિરેનભાઈ હિરપરાની હાજરીમાં મળી
વાંકાનેરના વીડી ભોજપરા ગામે હજજ ટ્રેનિંગ પ્રોગ્રામ-૨૦૨૨નો કાર્યક્રમ યોજાયો
SHARE









વાંકાનેરના વીડી ભોજપરા ગામે હજજ ટ્રેનિંગ પ્રોગ્રામ-૨૦૨૨નો કાર્યક્રમ યોજાયો
(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાનો હજજ ટ્રેનિંગ પ્રોગ્રામ-૨૦૨૨ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે આવેલ દારૂલ ઉલુમ મોઇનુદીન ચિશ્તી મુકામે રોજ યોજાયેલ હતો. જેમાં મોરબી જિલ્લા હજજ ટ્રેનિંગ કાર્યક્રમના મુખ્ય ટ્રેનર હાજી અબ્દુલગનીભાઇએ હજજ વિશે આ વર્ષે સરકારી તેમજ પ્રાઈવટ ટુરમા જનાર તમામ હાજીઓ તથા હાજીયાણીઓને પ્રેક્ટીકલ તેમજ સ્લાઈટ પ્રોજેક્ટ ડીવીડી અને વક્તવ્ય દ્વારા સૌને હજજ વિશેની તમામ માહિતી આપી હતી આ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં હાજીઓ અને હાજીયાણીઓ હાજર રહેલ હતા આ ઉપરાંત હજજ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મહત્વની ભૂમિકા અદા કરનાર હાજીસાજીદભાઇ, હાજીસતારભાઇ, હાજીઅબદુલકરીમ, હાજીઇકબાલ સુમરા, હાજીભાઈ દોઢીયા, સુલેમાનભાઈ સુમરા તથા મૌલાના સહિતનાએ વિશેષ ફાળો આપ્યો હતો
