મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મંજુલાબેન દેત્રીજાને જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત


SHARE

















મોરબીના મંજુલાબેન દેત્રીજાને જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત

"વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા" અને "જીનીયસ ફાઉન્ડેશન"ના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા "જીયા જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ"નું આયોજન કરવામાં આવ્યું હતુ અને અમદાવાદ ખાતે વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા અને જીનીયસ ફાઉન્ડેશનના ફાઉન્ડરના પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા આયોજિત આ સાતમો "જીયા જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ" યોજાયો હતો. અને ઘણા સમયથી આ એવોર્ડસ મેળવવા માટે કોરોનામાં પણ દેશનાના જીનીયસે કમર કસી હતી ત્યારે તેમની કલા અને કૌશલને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પૂરો દેશ કરી રહ્યો છે ત્યારે પાવન સોલંકીએ પણ આ વખતે આ બાબતનું ધ્યાન રાખી ઉજવણીમાં સામેલ થઈ ૭૫ યોગ્યતા ધરાવતા લોકોને ૨૦ જુદી જુદી શ્રેણીમાં વિભાજિત કરી એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. જેમાં પાંચ મહાનુભાવોને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પંડિત આર.બી. નાયર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, શામજીભાઈ પટેલ, ઉમેશ મહેતા અને મંજુલાબેન દેત્રોજાનો સમાવેશ થાય છે. આ તકે પોલીસ કમિશનર અજય ચૌધરી, સમજીભાઈ પટેલ, ડૉ. વિરાજ અમર (ગાયક), સ્નેહ દેસાઈ (સ્પીકર), અમિત ઠાકર, આલોક પાંડે અને વિરલ પરીખ, અકુલ રાવલ, ફૈઝાન ખાન એન્ડ ફેમિલી (વાયોલિન) અને દીપક શર્માએ ફાસ્ટેસ્ટ ટાઈ બાંધવા પરફોર્મન્સ આપ્યું હતું.




Latest News