મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત


SHARE

















મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત

મોરબી જિલ્લો બન્યો તેને ઘણા વર્ષો થાય છે તો પણ આજની તારીખે વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર મોરબી જીલ્લામાં કાર્યરત કરવામાં આવેલ નથી જેથી કરીને અહીના ઉદ્યોગકારોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા આ મુદે સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખન કિશોરભાઇ ચિખલિયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, નાણા વિભાગ ગાંધીનગરના તા. ૩૦/૯/૨૧ ના જાહેરનામા અન્વયે સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ-૧  તથા સંયુક્ત રાજ્ય કમિશનર વિવાદ-૨ નું નવું કાર્યક્ષેત્ર ગાંધીધામ મુકામે કાર્યરત થયેલ છે. અને મોરબીનો તેમાં સમાવેશ કરવામાં આવેલ છે જેથી અહીંના ઉદ્યોગકારોને હાલાકીનો સામનો કરવો પડે તેવો ઘાટ સર્જાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક પ્રકારના મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં સિરામિક, ઘડિયાળ, પોલિપેક વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે અને સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ અંદાજે ૧૨ હજાર કરોડનું છે આ એક્સપોર્ટના કારણે ઉદ્યોગને રિફંડ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. તેમજ એસજીએસટીની કામગીરી પણ મોટા પ્રમાણમાં રહે છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને ગાંધીધામના ધક્કા થશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં નાયબ રાજ્ય કરવેરા કમિશનરની કચેરી નવી કાર્યરત થાય તો તે પણ મોરબી મુકામે જ હેડ કવાર્ટર થાય તેવી માંગ કરી છે અને નાયબ રાજ્ય કરવેરા કમિશનરની ૯૦ ટકા કામગીરી હોય છે જે ગાંધીધામ મુકામે ઉદ્યોગકારોને દરરોજ એસજીએસટી કામગીરી જેવી કે રીફંડ, આકારણી વગેરેની કામગીરી માટે ગાંધીધામ જવું પરવડે તેમ નથી આ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં ૩૦૦૦ થી વધુ ઉદ્યોગો મળી આશરે ૫૦ હજાર કરોડનું ટર્નઓવર થાય છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને આશરે ૧૭૦૦ કરોડનો આ જિલ્લો કર ચૂકવે છે જો મોરબી જિલ્લો સરકારને આટલો કર ભરતો હોય તો સરકારને મોરબી જિલ્લાના ઉદ્યોગકારોની સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરેલ છે




Latest News