મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત
મોરબી : વિશ્વ યોગ દિવસના ડોક્યુમેન્ટરી પિકચરના શૂટિંગ માટે
SHARE









મોરબી : વિશ્વ યોગ દિવસના ડોક્યુમેન્ટરી પિકચરના શૂટિંગ માટે
મોરબી જિલ્લાના દરેક યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગ સાધકો, ભાઈઓ અને બહેનો ને જણાવવાનું કે આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ૨૧ જૂન અંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ગુજરાત ના એતિહાસિક સ્થાનો પર યોગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તૈયાર થઇ રહી છે. જેમાં મોરબી જિલ્લામાં યોગ પર ડોક્યુમેન્ટરી પિકચરના શૂટિંગમાં ભાગ લેવા માટે મોરબીના દરેક જિલ્લાના ભાઈઓ અને બહેનો જેમની ઉંમર ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વચ્ચે હોય અને વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલ યોગના અભ્યાસ જાણતા હોય તે સંપર્ક કરી શકે છે. વહેલા તે પહેલાના ધોરણે અને તેમનું સિલેક્શન કરવામાં આવશે. અને પસંદ થયેલ ભાઈઓ અને બહેનો ની ટ્રેનિંગ આપવામાં આવશે.શૂટિંગ ૨-૬-૨૨ ના રોજ વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસ માં થશે.વધુ માહિતી માટે મોરબી જિલ્લા યોગ કો-ઓડીનેટર વાલજી પી.ડાભી (મો.૯૫૮૬૨ ૮૨૫૨૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
કલાકારો માટે
જામનગર આર્ટ ક્લબ દ્વારા જામનગર, ધ્રોલ, મોરબીના કલાકારો માટે ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને પોટ્રેટ રિયાલિસ્ટિક, ક્રિએટિવ પોટ્રેટ, જૂની હેરિટેજ સ્ટ્રક્ચર, કલ્ચરલ હેરિટેજ (ક્રિએટિવ એથવા રિયાલિસ્ટિક), પુરાણી, એતિહાસિક ધરોહર (જૂની વારસાનું માળખું) સાંસ્કૃતિક ધરોહર (સાંસ્કૃતિક વારસો) વિગેરે વિષય રાખવામા આવેલ છે અને સિલેકશન થયા બાદ આગળની નોંધણી કરવાની રહેશે. અને મર્યાદિત કલાકાર લેવાના છે જેના માટે તમારા પેલાના કરેલા ચિત્રો, તમારુ નામ, ગામનું નામ ૨૩ મે સુધીમાં વોટ્સએપ નંબર ૯૫૧૨૫ ૫૫૯૨૩ અને ૮૦૦૦૧ ૨૭૯૩૮ ઉપર મોકલાવવાના છે
