મોરબીમાં માધાપરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૧,૫૮૦ ની રોકડ સાથે ઝડપાયા
SHARE









મોરબીમાં માધાપરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૧,૫૮૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબી શહેરમાં માધાપર શેરી નંબર ૧૫ ના ખૂણા પાસે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન સ્થળ ઉપર પાંચ પતાપ્રેમીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧,૫૮૦ રૂપિયાની રોકડ કબ્જે કરીને તમામની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના માધાપર વિસ્તારની શેરી નંબર ૧૫ ખુણાની પાસે ભરબપોરે બે વાગે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પંકજભાઈ હસમુખભાઈ લાંઘણોજા જાતે વાણંદ (ઉંમર ૩૦) રહે.માધાપર, દીપકભાઈ ચમનભાઈ લાંઘણોજા જાતે વાણંદ (ઉંમર ૪૮) રહ્.માધાપર, શૈલેષભાઈ રવજીભાઈ મેરજા જાતે પટેલ (ઉંમર ૪૦) રહે.ધર્મનગર વાવડી રોડ, ઇશ્વરભાઇ સવજીભાઈ લાંઘણોજા જાતે વાણંદ (ઉંમર ૭૨) રહે.માધાપર અને રમેશભાઈ ટપુભાઈ લાંઘણોજા જાતે વાણંદ (ઉંમર ૫૨) રહે.મહેન્દ્રનગર જાહેરમાં રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧,૫૮૦ રૂપિયાની રોકડ કબ્જે કરી હતી અને તેમની સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
કચ્છના રાપર તાલુકાના કુંભારીયા ગામના પુનાભાઈ ભાણાભાઈ ડાંગર નામનો ૪૨ વર્ષીય યુવાન કુંભારિયાથી ગાંગોદર જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકને કોઈ ડમ્પર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા પુનાભાઇ ડાંગરને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ નજીકના ચરાડવા ગામના રહેવાસી બચુભાઈ દેવશીભાઇ માંકાસણા નામના ૮૪ વર્ષીય વૃદ્ધ વાડીએથી ઘરે આવતા હતા ત્યારે દેવળીયા રોડ ઉપર તેઓ જે બાઈકમાં બેઠા હતા તે બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી બચુભાઈ નામના વૃદ્ધને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
