મોરબીમાં માધાપરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૧,૫૮૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબીના માધાપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો, રાજકોટ ખસેડાયો
SHARE









મોરબીના માધાપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો, રાજકોટ ખસેડાયો
મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર ૧ પાસે બે ઇસમો જાહેરમાં ગાળો બોલી રહ્યા હોય તેમને ગાળ બોલવાની ના પાડવામાં આવતા બે ઇસમો દ્વારા યુવાનની સાથે ઝગડો કરવામાં આવ્યો હતો અને મુઢમાર માર્યા બાદ લોખંડનો પાઈપ ફટકારી દેવામાં આવતા ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નંબર ૧ પાસે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામકાજ કરતા શૈલેષભાઈ બાબુભાઈ કાંજીયા જાતે કોળી નામના ૪૫ વર્ષીય યુવાનને ઢીકાપાટુની મારામારીમાં તેમજ લોખંડના પાઇપ વડે કરવામાં આવેલા હુમલામાં ઈજાઓ થવાથી સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.બાદમાં ભોગ બનેલ શૈલેષભાઈ કાંજીયા દ્વારા તેમના રહેણાંક વિસ્તારમાં જ રહેતા જીતેશ ઉર્ફે ગુડો બાબુભાઇ કાંજીયા અને રાજેશ ઉર્ફે બુધીયો લખમણભાઇ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, સામેવાળા જીતેશ અને રાજેશ બંને તેમના ઘર પાસે જાહેરમાં ગાળો બોલતા હોય તેઓને ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને બંનેએ ઉશ્કેરાઈ જઈને તેમને મનફાવે તેમ ગાળો આપીને મૂઢ માર માર્યો હતો અને બાદમાં જીતેશે તેમને પકડી રાખતા રાજેશ દ્વારા તેના હાથમાં રહેલ લોખંડનો પાઇપ માથાના ભાગે ફટકારી દેવામાં આવ્યો હતો જેથી લોહી લુહાણ હાલતમાં મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મારામારી દરમિયાન આરોપીઓ દ્વારા શૈલેષભાઇ કાંજીયાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી.હાલ શૈલેષભાઈ કાંજીયા દ્વારા જીતેશ અને રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
મારામારીમા ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ નજીક રહેતા દેવુબેન રાણાભાઈ વાઘેલા નામના ૪૩ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં પ્રથમ સિવિલ હોસ્પિટલે અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છ લોકો દ્વારા ઝઘડો કર્યા બાદ પથ્થરમારો કરવામાં આવતા દેવુબેન વાઘેલાને ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જ્યારે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતો સાગર નીતિનભાઈ કાસુન્દ્રા નામનો ૨૩ વર્ષીય યુવાન શનાળા રોડ સ્કાયમોલની પાસેથી મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું મોટર સાઇકલ સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત સાગર કાસુંન્દ્રાને સારવારમાં ખસેડાયો હતો.
