મોરબી જિલ્લામાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૧૧૩ બાળકોને પ્રવેશ અપાયા
ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે
SHARE









ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૫૭, રસોઇયા તરીકે ૫૭ અને મદદનીશ તરીકે ૫૭ જગ્યાનો સમાવેશ થાય છે.
ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. ટંકારા મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૨૭ સુધીમાં મોકલી આપવાનું રહેશે. જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મામલતદાર કચેરી ટંકારા નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર ટંકારાની યાદીમાં જણાવ્યું છે.
મોરબીના મુસાફરો માટે એસટીએ વધુ બે નવા રૂટ કાર્યરત કર્યા
મોરબી એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે જુદાજુદા રૂટને લોકોની જરૂરિયાત મુજબ શરૂ કરવામાં આવી રહયા છે ત્યારે ૧૯ તારીખથી વધુ બે નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે જેથી મુસાફરોની સુવિધામાં વધારો થયો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી મોરબી એસટી ડેપોના મેનેજર દિલીપ શામળાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી-ભાવનગર-તળાજા અને મોરબી-દ્વારકા-ઓખા બસ રૂટનો પ્રારંભ કરવામાં આવેલ છે મોરબીથી તળાજાની બસ ૫.૧૫ કલાકે ઉપડશે અને મોરબીથી ઓખાની બસ બપોરે ૧.૪૫ કલાકે ઉપડશે જેનો લાભ લેવા માટે આવેલ અધિકારીએ મુસાફરોને અનુરોધ કરેલ છે
