મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૧૧૩ બાળકોને પ્રવેશ અપાયા


SHARE









મોરબી જિલ્લામાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૧૧૩ બાળકોને પ્રવેશ અપાયા

RTE ACT અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લા દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ મોરબી જિલ્લાની કુલ ૧૮૪ જેટલી, બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં મોરબી જિલ્લાની ૧૩૬૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.

જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં મોરબી જિલ્લામાં ૧૨૩૧ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં મોરબી જિલ્લામાં ૧૧૧૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ મોરબી જિલ્લાની ૨૫૨ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુ થી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા મોરબી જિલ્લામાં ૨૭૪૩ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવેલ હતી અને RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા.૧૭ ને મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૧૩ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૨૩ ને સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે




Latest News