મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાની પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલમાં નિમણુક કરાઇ
Morbi Today
મોરબી સીટી લાયન્સ કલબ દ્રારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી સીટી લાયન્સ કલબ દ્રારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું જતન કરવાનાં સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજક્ટમાં પ્રેસિડન્ટ ટી.સી. ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ અમરસીભાઈ અમૃતિયા, મહાદેવભાઈ ચિખલિયા, પ્રોજેક્ટ ચેરમેન પ્રાણજીવનભાઈ રંગપડિયા, સમાજવાડીના પ્રમુખ હીરાભાઈ ફેફર, કેશુભાઈ હાજર રહેલ હતા આ તકે સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર રમેશભાઇ રૂપાલાનું માર્ગદર્શન મળ્યું હતું ટંકારા પાટીદાર સમાજના પ્રમુખ હીરાભાઈ ફેફરનો પણ ખૂબ સારો સહયોગ મળેલ તેમ સંસ્થાના પ્રમુખ ફુલતરીયાએ યાદીમાં જણાવેલ છે.
