મોરબીના રવાપર નદી ગામે વૃદ્ધના મકાનમાંથી ૨.૭૩ લાખના મુદામાલની ચોરી
વાંકાનેરના સરતનપર રોડ ઉપર બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
SHARE









વાંકાનેરના સરતનપર રોડ ઉપર બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતો જયદીપ બાબુભાઈ ભટાસણા જાતે પટેલ (૨૪) નામનો યુવાન ગત તા.૧૮ ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં સરતાનપર રોડ ઉપર જીઇબીના સબ સ્ટેશન પાસેથી પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ક્યુ ૯૬૧૭ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હોવાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પિતા બાબુભાઈ કરમશીભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
માળીયા કચ્છ હાઈવે ઉપર આવેલ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી કાર નંબર જીજે ૬ ડીકયું ૩૬૫૬ ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ અને એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧૦૦૩૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પરેશ કાંતિલાલ રાણા (૩૭) રહે. ફતેપુર એરીયા વડોદરા વાળાની ધરપકડ કરેલ છે
