મોરબીના રવાપર નદી ગામે વૃદ્ધના મકાનમાંથી ૨.૭૩ લાખના મુદામાલની ચોરી
SHARE









મોરબીના રવાપર નદી ગામે વૃદ્ધના મકાનમાંથી ૨.૭૩ લાખના મુદામાલની ચોરી
મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા વૃદ્ધના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રાત્રી દરમ્યાન ઘરમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૨,૭૩,૨૦૪ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રવાપર નદી ગામ મેલડી માતાજીના મંદિર પાસે દરબારગઢમાં રહેતાં ખુમાનસિંહ મહોબતસિંહ ઝાલા જાતે દરબાર (૬૦) ના રહેણાંક મકાનને ગત તા. ૧૭ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધીમાં તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના મકાનની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના જેની કિંમત ૧,૧૨,૨૦૪ રૂપિયા તેમજ રોકડા રૂપિયા ૧૬૧૦૦૦ આમ કુલ મળીને ૨,૭૩,૨૦૪ રૂપિયાના મુદ્દામાલ ની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે
