મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉંચીમાંડલ પાસે મહિલાના નંબર માંગ્યા બાદ ઝઘડામાં છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE

















મોરબીના ઉંચીમાંડલ પાસે મહિલાના નંબર માંગ્યા બાદ ઝઘડામાં છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસેના પનારા સિરામિક નામના યુનિટમાં ગઈકાલે સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ પિતા-પુત્રોએ એકસંપ કરીને પરપ્રાંતીય મજૂર દંપતિ ઉપર હુમલો કર્યો હતો અને પરપ્રાંતિય મજુર યુવાનના પેટના ભાગે છરી ઝીંકી દેવામાં આવી હોય તેને રાજકોટ ખસેડાયો હતો.બાદમાં હુમલામાં ભોગ બનેલ યુવાનના બનેવી દ્વારા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમા જણાવવામાં આવ્યુ હતું કે તેમના સાળા ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ મુઢમાર મારવામાં આવતા રાજકોટ ખસેડાયેલ છે.ફરીયાદીના જણાવ્યા મુજબ તેમના સાળાની પત્નીનો યુનીટમાં કામ કરતા અન્ય વ્યક્તિ દ્રારા ફોન નંબર માંગવામાં આવ્યો હતો.જોકે તેમની સાળીએ ફોન નંબર આપ્યો ન હતો તે વાત મહીલાએ તેના પતિને કરતા બોલાચાલી થયેલ અને તે અંગે સમાધાન થઇ ગયા બાદ ત્રણ પિતા-પુત્ર દ્વારા પરપ્રાંતિય યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને હાલ તે યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ઉપરોકત બનાવ અંગે હાલમાં શુભમ નારાયણ સોલંકી (ઉમર ૨૨)  રહે.આર્ટ ટાઇલ્સ લેબર કવાટર પાવડીયારી કેનાલ રોડ જેતપર રોડ મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે મોરબીના રહેવાસી કરીમભાઈ અને તેમના પુત્રો ઇરફાન તેમજ સમીર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના સાળા અરેન્દ્રસિંગ મનોહરસિંગ પોરવાલ (ઉમર ૨૨) અને સાળી દિપાંજલી મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચીમાંડલ પાસેના પનારા સીરામીકમાં રહે છે અને ત્યાં અરેન્દ્રસિંહ સોર્ટિંગ સુપરવાઇઝર તરીકે કામ કરે છે.તેમના સાળા અરેન્દ્રસિંહ મનોહરસિંહ પોરવાલ (ઉંમર ૨૨) મૂળ રહે.મધ્યપ્રદેશની ઉપર ગઇકાલે સાંજના છએક વાગ્યાના અરસામાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને તેઓને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

વધુમાં ફરિયાદી શુભમ સોલંકીએ તાલુકા પોલીસને જણાવ્યા પ્રમાણે તેઓના સાળા અરેન્દ્રસિંહ મનોહરસિંહ પોરવાલ અને તેમની સાળી દિપાંજલી બંને ઉચીમાંડલ પાસેના પનારા સિરામિકના લેબર કવાટરમાં રહે છે અને તેમના સાળા અરેન્દ્રસિંહ ત્યાં જ સોર્ટીંગ સુપરવાઇઝર તરીકે કામ કરે છે અને ત્યાં તેમની પત્ની દિપાંજલી પણ સાથે જ મજૂરી કામ કરે છે.ગઈકાલે તેમને તેમની સાળી દિપાંજલીએ ફોન કરીને જણાવ્યું હતું કે યુનિટમાંમા સાથે સોર્ટીંગ સુપરવાઇઝર તરીકે કામ કરતાં કરીમભાઈએ તેણીની પાસે તેણીનો ફોન નંબર માગ્યો હતો પણ તેણીએ પોતાનો ફોન નંબર આપ્યો ન હતો.તે વાતને લઈને તેણે પોતાના પતિ અરેન્દ્રસિંહને આ બાબતની વાત કરી હતી ત્યારે તેણીના પતિએ કરીમભાઈ સાથે આ બાબતે વાત કરતાં કરીમભાઈ કહ્યુ હતુ કે હું બીજી મજુર મહિલા પાસે ફોન નંબર માંગતો હતો ત્યારે તારા પત્નીને થયેલ કે હું તેની પાસે નંબર માગું છું અને તે વાતનું ત્યાં સમાધાન થઈ ગયું હતું.

બાદમાં ફરિયાદી શુભમભાઈના સાળા અરેન્દ્રસિંહ અને તેમની સાળી દિપાંજલી સાંજે છેક વાગ્યે ખરીદી કરવા માટે બહાર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કરીમભાઈનો પુત્ર ઈરફાન તેમની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કેમ મારા પિતા કરીમભાઇની સાથે બોલાચાલી કરતા હતા..? અને ગાળો દેવા લાગેલ ત્યારે તેને ગાળો દેવાની ના પાડી હતી તે દરમિયાનમાં કરીમભાઈ અને તેમનો બીજો દીકરો સમીર પણ ત્યાં આવી ગયા હતા.ત્યારે કરીમભાઈના હાથમાં રહેલ લાકડાની પટ્ટી વડે તેમણે અરેન્દ્રને માર માર્યો હતો અને તે દરમિયાનમાં ઈરફાને અરેન્દ્રસિંહ પોરવાલને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો.જેથી કરીને અરેન્દ્રસિંહને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે.અત્રે નોંધનીય છે કે નજીવી વાતે છરી વડે હુમલા તેમજ મારામારીના કરવાના બનાવો જિલ્લામાં હવે સામાન્ય બની ગયા હોય મોરબી પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેવું પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે.આ બાબત પોલીસ માટે મનોમંથનનો વિષય છે.




Latest News