મોરબીના ઉંચીમાંડલ પાસે મહિલાના નંબર માંગ્યા બાદ ઝઘડામાં છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો
SHARE









મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો
આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના સદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી સંકુલ ખાતે આર્ય વીરાંગના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો છેલ્લો દિવસ હતો ત્યારે સમાપન સમારોહ રાખવામા આવ્યો હતો ત્યારે આર્ય વીરાંગના બાળાઓએ શિબિરમાં જે તાલીમ લીધી હતી તેમાં લેજીમ, દમ્બેશ, તલવાર બાજી, કરાટે, લાઠીદાવ, યોગ, આશન તથા અનુશાસનની એક ઝલક રજૂ કરવામાં આવી હતી અને આર્ય વીરાંગના દ્વારા પથ સંચલન પણ કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક અશો.ના પ્રમુખ, મોરબી ક્લોક એસો.ના પ્રમુખ તથા વીરાંગનાઓના વાલીગણ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે એક સારા રાષ્ટ્રના નિર્માણ હેતુથી રાષ્ટ્રના ઉત્થાન માટે લાવજેહાદ તથા વિધર્મીઓ સામે લડવા માટે આવી શિબિરનુ આયોજન આવશ્યક છે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી
