મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો
મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાન ઉપર હુમલો કરનાર બે શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાન ઉપર હુમલો કરનાર બે શખ્સની ધરપકડ
મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર ૧ પાસે બે ઇસમો જાહેરમાં ગાળો બોલી રહ્યા હતા ત્યારે તેને ગાળ બોલવાની એક યુવાને ના પડી હતી જેથી કરીને બે ઇસમો દ્વારા યુવાનની સાથે ઝગડો કરવામાં આવ્યો હતો અને તેના ઉપર હુમલો કરીને માર માર્યો હતો આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના માધાપર શેરી નંબર ૧ પાસે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામકાજ કરતા શૈલેષભાઈ બાબુભાઈ કાંજીયા જાતે કોળી (૪૫)ને બે શખ્સોએ માર માર્યો હતો સારવાર લીધા બાદ ભોગ બનેલ શૈલેષભાઈ કાંજીયાએ જીતેશ ઉર્ફે ગુડો બાબુભાઇ કાંજીયા અને રાજેશ ઉર્ફે બુધીયો લખમણભાઇ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, સામેવાળા જીતેશ અને રાજેશ બંને તેમના ઘર પાસે જાહેરમાં ગાળો બોલતા હોય તેઓને ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને બંનેએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી અને જીતેશે ફરિયાદીને પકડી રાખવામાં આવેલ ત્યારે રાજેશ દ્વારા તેના હાથમાં રહેલ લોખંડનો પાઇપ ફરિયાદીને માથાના ભાગે ફટકારી દીધો હતો આ બનાવમાં શૈલેષભાઇ કાંજીયાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે જીતેશ ઉર્ફે ગુડો બાબુભાઇ કાંજીયા અને રાજેશ ઉર્ફે બુધીયો લખમણભાઇની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર બસમાંથી નીચે ઉતરેલા કચ્છ ભુજના રહેવાસી કિશોરભાઇ લક્ષ્મણભાઈ સતવારા (૫૮)ના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા વધુમાં પોલીસે પાસેથી મળેલી માહિતી મુજબ કિશોરભાઈ ભુજથી મોરબી આવ્યા હતા ત્યારે બસમાંથી નીચે ઉતારીને જતાં હતા ત્યારે બસનું ટાયર પગ ઉપર ફરી જતાં તેને ઇજા થઈ હતી
