મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાન ઉપર હુમલો કરનાર બે શખ્સની ધરપકડ
મોરબીના એસપી રોડ ઉપર ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત
SHARE









મોરબીના એસપી રોડ ઉપર ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત
મોરબીના રવાપર-લીલાપર રોડ ઉપર આવેલ એસપી રોડ ઉપર નવા બની રહેલા બિલ્ડીંગના ત્રીજા માળેથી કલર કામકાજ દરમ્યાન નીચે પડી ગયેલા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત નિપજયું હતું.બનાવને પગલે ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર જીલટોપ સીરામીક નજીક રહીને મજૂરીકામ કરતા બીટુભાઈ સીયારામભાઈ યાદવ નામના ૨૪ વર્ષીય યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે જાહેર કર્યું હતું કે, મોરબીના રવાપર-લીલાપર રોડ ઉપર આવેલ એસપી રોડ ઉપર નવા બની રહેલ કલોરીન્ટીના રિયલ્ટી એલએલપી એટલે કે ફલોરા-૧૭ કે જે બારમાળનું બિલ્ડિંગ બની રહ્યું છે. (!) ત્યાં કલર કામ દરમિયાન ત્રીજા માળેથી નીચે પડી જવાથી અનુપકુમાર રાજનસીંગ યાદવ (ઉંમર વર્ષ ૨૭) હાલ રહે. મોરબી એસપી રોડ ફલોરા બીલ્ડીંગ રવાપર મોરબી મૂળ રહે.અબ્બાસપુર તા.હરીહા જી.ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ વાળો અકસ્માતે નીચે પડી જતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને અહીંના આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં જોઈ તપાસીને તેને મૃત જાહેર કરાયા બાદ ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતા મણીબેન રાજેશભાઈ પરમાર નામના ૪૭ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી તેઓને સારવારમાં ગયદવાખાને ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતો હર્ષ રાજેશભાઈ ગોહેલ નામનો ૧૯ વર્ષીય યુવાન સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ સર્કિટ હાઉસ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
