મોરબીના વાડી વિસ્તારમાં વીજ કનેકશનો પ્રશ્ન બ્રિજેશભાઈ મેરજાની જહેમતથી ઉકેલાયો
મોરબીમાં વાડીમાં રાખેલા બાંધકામ મટિરિયલ્સને લેવાનું કહેતા યુવાનને તેના કાકાના દીકરાએ માર માર્યો
SHARE









મોરબીમાં વાડીમાં રાખેલા બાંધકામ મટિરિયલ્સને લેવાનું કહેતા યુવાનને તેના કાકાના દીકરાએ માર માર્યો
મોરબી અવની ચોકડી મેઘાણી સ્કુલની બાજુમાં ગધઇની વાડી રહેતા યુવાનના ઘરની બાજુમાં તેના કાકાના દીકરાના ઘરનું કામ ચાલી રહયું છે જેથી કરીને તેને બાંધકામ મટિરિયલ્સ તેની વાડીના પડામાં રાખ્યો હતો અને વાડી ખેડવી હોવાથી યુવાને તે લઈ લેવા માટે તેના ભાઈને કહ્યું હતું જે તેને સારું નહી લાગતાં તેને યુવાનની સાથે ઝઘડો કર્યો હતો અને તેને ગાળો આપની માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને તેના કાકાના દીકરા ભાઈની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી અવની ચોકડી મેઘાણી સ્કુલની બાજુમાં ગધઇની વાડીમાં રહેતા અને કડિયાકામ કરતાં ભુરજીભાઇ રામજીભાઇ પરમાર જાતે.સતવારા (ઉ.૪૬)એ હાલમાં સુરેશભાઇ શીવલાલભાઇ પરમાર રહે. અવની ચોકડી મેઘાણી સ્કુલની બાજુમાં ગધઇની વાડી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેના કાકાનો દીકરો થાય છે અને તેની બાજુમાં જ રહે છે અને આરોપીના નવા મકાનનું કામ ચાલુ છે જેનો રેતી, કપચી વિગેરે સમાન ફરીયાદીના વાડીપડામાં ઉતારેલ છે અને ફરિયાદીને વાડી ખેડાણ કરવાની હતી માટે સામાન પોતાની વાડીમાથી લઇ લેવા આરોપીને કહ્યું હતું જે આરોપીને સારૂ નહી લાગતા ફરિયાદીની સાથે ઝગડો કરી ગાળો આપી હતી અને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
