મોરબીમાં વાડીમાં રાખેલા બાંધકામ મટિરિયલ્સને લેવાનું કહેતા યુવાનને તેના કાકાના દીકરાએ માર માર્યો
મોરબીમાં ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતનાની હાજરીમાં રિસમાણે બેઠેલ ભાભી સહિતનાએ નણંદને માર માર્યો
SHARE









મોરબીમાં ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતનાની હાજરીમાં રિસમાણે બેઠેલ ભાભી સહિતનાએ નણંદને માર માર્યો
મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં રિસમાણે બેઠેલ ભાભી તેના ઘરેણાં અને દીકરાના જન્મનું પ્રમાણ પત્ર લેવા માટે આવી હતી ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના વડીલો ત્યાં હાજર હતા ત્યારે નણંદને વચ્ચે બોલવાની ના કહીને ભાભી અને તેના માતા-પિતા સહિતના લોકોએ માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ ઉપર આવેલ શ્રીહરીટાવર બ્લોક નં. બી/૦૩ યદુનંદન-૪ માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરા જાતે પટેલ (ઉ.૪૦)એ ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા, રેખાબેન ધીરજલાલ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ રહે. બધા જુનાગઢ તેમજ તેમની સાથેના અજાણ્યા પાચ માણસોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઇ-ભાભીને છેલ્લા અઢી વર્ષથી અણબનાવ છે અને તેના ભાભી હાલે જુનાગઢ તેના માતા-પિતા સાથે રહે છે જે ભાભી ગઇકાલે તેના માતા-પિતા સાથે ફરિયાદી મહિલાના ભાઈ નલીનભાઇનું ઘર મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં છે તે ઘેર તેના ઘરેણા તથા દિકરાનુ જન્મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હતા જો કે, ફરિયાદીના ભાઈએ ઉમીયા સમાધાનપંચમાં ફરીયાદ આપેલ હતી જેથી પંચના પ્રમુખ તથા અન્ય વડીલો ફરિયાદીના ભાઈના ઘરે આવ્યા હતા
ત્યારે ફરિયાદી સહિતના લોકો સમાધાન માટે ભેગા થયેલ હતા દરમ્યાન ફરિયાદીના ભાઈના સાસુ રેખાબેન, સસરા ધીરજલાલ, ભાભી ભાવીકાબેન તથા તેમની સાથેના અજાણ્યા પાચ માણસોએ ફરિયાદીને તમારે કાંઇ બોલવાનું થતુ નથી તેમ કહી ગેરશબ્દો બોલી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી તેમજ છુટા હાથે માર માર્યો હતો અને ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઇજા કરી હતી અને ત્યારે ફરિયાદી બહેનના પિતરાઇ ભાભી રાધિકાબેન ફરિયાદીને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ છુટા હાથે માર માર્યો હતો અને ફરિયાદી મહિલા તેમજ તેના ભાઈ નલીનભાઇને કહેલ કે “અમો ફરી આવસુ અને તમો બધાને જોઇ લેશુ” તેવી ધમકી આપી છે જેથી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આઇ.પી.સી કલમ-૧૪૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
