હળવદના ચરાડવા ગામે વાડીમાંથી ૬૯ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
મોરબીના વાડી વિસ્તારમાં વીજ કનેકશનો પ્રશ્ન બ્રિજેશભાઈ મેરજાની જહેમતથી ઉકેલાયો
SHARE









મોરબીના વાડી વિસ્તારમાં વીજ કનેકશનો પ્રશ્ન બ્રિજેશભાઈ મેરજાની જહેમતથી ઉકેલાયો
મોરબીના વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગોને વીજ કનેકશનો મેળવવામાં મુશ્કેલી પડતી હતી જેની પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને લોકોને પડતી મુશ્કેલી નિવારવા માટે નિણર્ય લેવામાં આવેલ છે જેથી કરીને બ્રિજેશભાઈ મેરજાની મહેનત રંગ લાવતા સથવારા સમાજે મંત્રીનો આભાર વ્યક્ત કરેલ છે
મોરબીના વાડી વિસ્તારમાં જ્યાં સથવારા સમાજની વસ્તી આવેલી છે તે વિસ્તારમાં ગૃહ ઉદ્યોગો માટે વીજ કનેકશન મેળવવામાં ભારે મૂશ્કેલીઓ રહેતી હતી આ અંગે સથવારા સમાજ દ્વારા વખતોવખત રજુઆતો થતી આવતી હતી અને મોરબી માળીયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ બાબતે રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ સાથે સથવારા સમાજના મુખ્ય આગેવાનો મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઇ કણઝારીયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, કે.કે.પરમાર, ગણેશભાઇ ડાભી સહિતના કોર્પોરેટરો તેમજ સંગઠનના પદાધિકારીઓની હાજરીમાં બેઠક રાખી હતી આ બેઠકમાં સથવારા સમાજના વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ માટે વીજ કનેકશન મેળવવામાં પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવામાં આવ્યું છે રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ના મુખ્ય ઇજનેર (ટેક.), રાજકોટને જરૂરી આદેશ કરવામાં આવ્યા છે
આમ, હવે સથવારા સમાજની આ વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ માટે વીજ કનેકશનો મેળવવામાં પડતી સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે આવા એક મહત્વના નિર્ણય લેવા માટે સતત મહેનત અને કામગીરીનું ફલોઅપ કરનાર મોરબી માળીયા ના માનનીય ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સથવારા સમાજના સૌ આગેવાનોએ આભાર વ્યક્ત કરેલ છે તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો ખાસ આભાર વ્યક્ત કરેલ છે અને વર્ષોથી અણઉકેલ આ પ્રશ્નના નિરાકરણ આવતા સથવારા સમાજમાં આનંદની લાગણી છે.
