મોરબીમાં ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતનાની હાજરીમાં રિસમાણે બેઠેલ ભાભી સહિતનાએ નણંદને માર માર્યો
મોરબીના શનાળા ગામે રહેતા આધેડે પંચાસર રોડે આવેલા ખેતરના શેઢે ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીના શનાળા ગામે રહેતા આધેડે પંચાસર રોડે આવેલા ખેતરના શેઢે ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી નજીક શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં પટેલ ચેમ્બરની પાછળના ભાગમાં રહેતા આધેડે પંચાસર રોડ ઉપર આવેલ તેના ખેતરના શેઢે લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો અને ઘરના કંકાસના કારણે કંટાળીને આધેડે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શકત સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં પટેલ ચેમ્બરની પાછળના ભાગમાં રહેતા દિનેશભાઇ છગનભાઈ પાડલીયા (ઉંમર ૫૨)ને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ તેના ખેતરના સેઢા ઉપર લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ ઇશ્વરભાઇ છગનભાઇ પાડલીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એન.એસ. મેસવાણિયા ચલાવી રહ્યા હતા અને તેની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકના ઘરે કજીયા કંકાસ થતાં હતા જેનાથી કંટાળીને તેને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો છે તેવું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે
આરોપી પકડાયો
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ અને એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે કામ કરી રહી છે ત્યારે ટંકારા પોલીસ સ્ટેશનના ચોરીના બે ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેશ લખમણ દેવીપુજક રહે. મોટા હડમતીયા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે
