હળવદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોરબીના સામાજિક કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
SHARE









મોરબી જિલ્લાના હળવદમાં જીઆઇડીસીમાં કારખાનાની દિવાલ તૂટી પડવાના કારણે 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો અને સમગ્ર મોરબી નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર આ ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માને શાંતિ અર્થે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી શહેરના નેહરુ ચોકમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે રાજુભાઈ દવે, જગદીશ બાંભણિયા, હસીનાબેન લાડકા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતના સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા
