વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?


SHARE

















મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?

મોરબી-રાજકોટ વચ્ચે દરરોજ નિયમીત ચાલતી ઇન્ટરસીટી બસ ઉપરથી એટલે કે જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરો માટે જગ્યા મળતી નથી જે બાબતે યોગ્ય કરવા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ પ્રથમ જુના બસ સ્ટેન્ડથી પેસેન્જરોને લઇને નવા બસ સ્ટેન્ડે આવે છે ત્યારે નવા બસ સ્ટેન્ડથી બસમાં બેસવા માટે કે ઉભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી.કારણ કે જુના બસ સ્ટેન્ડથી જ જગ્યા ભરાઇ જાય છે.મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની આસપાસ અનેક સોસાયટીઓ આવેલ હોવાથી વસ્તી પણ પ્રમાણમાં ઘણી વધુ છે.તે ઉપરાંત દરરોજ અપડાઉન કરતા વિદ્યાથીઓ, ધંધાથીઓ, નોકરીયાતો તથા નાનામોટા પરચુરણ કામ કરતા શ્રમજીવઓને રાજકોટ જવા માટે નાછુટકે પ્રાઇવેટ વાહનો અથવા અન્ય એકસપ્રેસ બસમાં જવું પડે છે. આ પહેલા પણ આ બાબતે લાગતા વળગતાઓને રજુઆત કરવામાં આવેલ છે પણ પ્રશ્નનો ઉકેલ આવેલ ન હોય બહોળા મુસાફર વર્ગના હિત ખાતર સત્વરે નિર્ણય કરીને પ્રથમ નિયામાનુસાર નવા બસ સ્ટેન્ડથી જ બસ પ્રસ્થાન કરે અને મુશ્કેલીવાળા લોકોને રાહત મળે તેમ કરવા અથવા અમુક બસો સિધી જ નવા બસ સ્ટેશનેથી રાજકોટ માટે ઉપાડવામાં આવે તે અંગે ઘટતુ કરવા સીનીયર સીટીઝન સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂએ ડેપો મેનેજરને લેખીતમાં રજૂઆત કરેલ છે.




Latest News