મોરબીમાં મહીલા પોલીસે ત્રણ વર્ષના ભુલા પડેલા બાળકનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું
SHARE









મોરબીમાં મહીલા પોલીસે ત્રણ વર્ષના ભુલા પડેલા બાળકનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું
મોરબીમાં મહીલા પોલીસની ટીમે પરિવારથી અલગ થયેલા ત્રણ વર્ષના બાળકને તેના પરીવારને શોધીને સુપ્રત કર્યો હતો.મોરબી મહિલા પોલીસ સ્ટેશનની 'સી' ટીમના સભ્યો મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શહેરના મકરાણીવાસ મેઇન રોડ ઉપર મજુર પરીવારનુ આશરે ત્રણ વર્ષીય બાળક રોડ ઉપર એકલુઅટુલુ રડતુ મળી આવ્યુ હતુ.જેથી સ્ટાફના ડી.એન દવે, એન.એચ.છૈયા, જયદીપભાઇ ગઢવી, વિલાસબેન સાકરીયા, ભાવીકાબેન માલવણીયા સહીતની સી ટીમે બાળકને પુછપરછ કરી હતી.
પરંતુ બાળકને બોલતા આવડતુ ન હોવાથી બાળકના વાલી અંગે તપાસ કરતા બાળકના વાલીનો પતો લાગ્યો ન હતો માટે બાળકને મહીલા પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ ત્રણેક કલાકની શોધખોળના અંતે પરીવારની ભાળ મળી હતી. મુળ મધ્યપ્રદેશના ઇટાવાના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ સ્મશાનની બાજુમાં ગૌશાળા પાસે રહીને વાવડી ગામના દીનેશભાઇ ભારમલભાઇ હુબલને ત્યાં મજુરી કામ કરતા શાનુભાઇ માંગુભાઇ ભુરીયાનો ત્રણ વર્ષીય પુત્ર રાજવીર સાંજના સમયે તેની માતા ઘરકામ કરતી હતી તે દરમિયાનમાં રમતા-રમતા નીકળી ગયો હતો.જેથી પુછપરછ અને ખાત્રી કરીને બાળક રાજવીરને તેના મા-બાપને સોંપી આપ્યો હતો.
