મોરબીમાં મહીલા પોલીસે ત્રણ વર્ષના ભુલા પડેલા બાળકનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો
SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો
પક્ષીઓ માટે આ કાળજાળ ગરમીમાં રાહત આપવા માટે પક્ષીઓની ક્ષુધા અને તરસ છીપે તે ભાવનાથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરની પવિત્ર જગ્યામાં પક્ષીઓ માટે ૫૦૦ નંગ પાણી પીવાના કુંડા અને ૫૦૦ નંગ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા. રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી.સી.ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા.હરખજીભાઇ સુવારિયા, લા.એ.એસ.સુરાણી, લા.મહાદેવભાઈ ચિખલિયા, લા.મહાદેવભાઈ ઊંટવાડિયા, લા.મણીલાલ કાવર, લા. પ્રાણજીવન રંગપરીયા, તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારી સહીતનાઓએ હાજર રહીને સેવા પરમો ધર્મ અને સેવા એ જ કર્તવ્ય એવા ભાવ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.આ પ્રોજેક્ટના સૌજન્ય દાતા તરીકે લા.હરખજીભાઇ સુવારિયા (ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક) એ સેવા આપી હતી
