લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો
મોરબીના સ્કાયમોલમાં દર્શકો સાથે જયેશભાઇ જોરદારનો ખાસ શો નિહાળતા દેવ પગલી
SHARE









મોરબીના સ્કાયમોલમાં દર્શકો સાથે જયેશભાઇ જોરદારનો ખાસ શો નિહાળતા દેવ પગલી
જયેશભાઇ જોરદાર ફિલ્મના ગીતને મધુર કંઠ આપનાર જાણીતા ગાયક દેવ પગલી મોરબી આવ્યા હતા અને શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ સિનેમામાં દેવ પગલીએ વિકાસ વિદ્યાલયની બાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા દર્શકો સાથે ફિલ્મ નિહાળી હતી
જયેશભાઇ જોરદાર ફિલ્મ સ્ત્રી ભ્રુણ હત્યા જેવા ગંભીર અને સંવેદનશીલ વિષય ઉપર માર્મિક અને ચોટદાર રીતે જનજગૃતિ લાવવા માટે બનાવી છે ત્યારે સ્કાઈ મોલમાં જયેશભાઇ જોરદારના ગીતને મધુર કંઠ આપનાર ગાયક કલાકાર દેવ પગલી મોરબીમાં આવ્યા હતા અને તેની હાજરીમાં મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા સ્કાય મોલ સિનેમામાં દેવ પગલીના પરફોર્મન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિકાસ વિદ્યાલયની બાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા દર્શકો સાથે સ્કાઈ મોલ થિયેટરમાં દેવ પગલીએ આ ફિલ્મને માણ્યું હતું
