હળવદનાં ઘણાદ ગામે પ્રેમી યુવાનની હત્યા કરનારા યુવતીના ભાઈની ધરપકડ: એકની શોધખોળ
SHARE









હળવદનાં ઘણાદ ગામે પ્રેમી યુવાનની હત્યા કરનારા યુવતીના ભાઈની ધરપકડ: એકની શોધખોળ
પ્રેમમાં ઘણી વખત મારા મારી અને હત્યા જેવા બનાવો સામે આવે છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઘણાદ ગામે બની હતી જેમાં યુવાનને તેના કૌટુંબિક મામાની દીકરીની સાથે પ્રેમ હતો જે યુવતીના ભાઈને પસંદ ન હતું જેથી કરીને અગાઉ ઝઘડો થયો હતો ત્યારે બાદ શનિવારે રાતે યુવાન તેની વાડીએ ગયો હતો ત્યારે યુવતીના ભાઈ સહિત બે શખ્સોએ ત્યાં આવીને યુવાને પાઇપ વડે માર માર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી આ ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
હળવદના ઘણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઇ જીંજરીયા જાતે કોળી (૨૪) નામના યુવાનની તેની વાડી શનિવારે રાતે ગયો હતો અને બીજા દિવસે સવારે તેની વાડીએ જે ખાટલા ઉપર તે રાતે સૂતો હતો ત્યાંથી તેની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનની હત્યા કરવામાં છે જો કે કોને તેની હત્યા કરી તે પ્રશ્ન હતો દરમ્યાન મૃતકના ભાઈ સુનીલભાઇ નાગરભાઇ જીજરીયા (૨૩)એ તેના જ કૌટુંબિક મામાના દીકરા ભાનુભાઇ ઉર્ફે હિરાભાઇ ભરતભાઇ કોળી રહે. કવાડીયા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તેને પકડીને પૂછપરછ કરતાં તેને નિલેશની સાથે મળીને રાજુભાઇ નાગરભાઇ જીંજરીયાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરેલ છે
વધુમાં એએસપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઇ નાગરભાઇ જીંજરીયાની હત્યાની ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને એવી માહિતી સામે આવી હતી કે, મૃતક રાજુભાઇ નાગરભાઇ જીંજરીયાને તેના કૌટુંબિક મામા ભરતભાઇ કોળીની દીકરી સાથે પ્રેમસંબધ હતો જો કે, તે આરોપી ભાનુભાઇ ઉર્ફે હિરાભાઇ ભરતભાઇ કોળી રહે. કવાડીયા વાળાને પસંદ ન હતો તે બાબતનો ખાર રાખીને આરોપીએ રાજુભાઇ જ્યારે પોતાની વાડીએ સુતા હતા ત્યારે ત્યા આવીને પાઇપ અને ધોકા વડે માથામા મારીને તેની હત્યા કરી હતી હાલમાં હળવદમાં બહેનની સાથે પ્રેમ કરનારા યુવાનની હત્યા કરવામાં આવી છે જેમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે
