હળવદનાં ઘણાદ ગામે પ્રેમી યુવાનની હત્યા કરનારા યુવતીના ભાઈની ધરપકડ: એકની શોધખોળ
મોરબીના વાંકાનેર પાસે રોડ ઉપર ખાડો આવતા અકસ્માત: ત્રણને ઇજા થતાં સારવારમાં
SHARE









મોરબીના વાંકાનેર પાસે રોડ ઉપર ખાડો આવતા અકસ્માત: ત્રણને ઇજા થતાં સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર અને જાંબુડીયા ગામ વચ્ચે બાઇક લઇને જઇ રહેલા ત્રણ યુવાનોને રસ્તામાં બાઇકની આડે ખોડા આવતા ત્રણેય યુવાનો બાઇક સહિત નીચે પટકાયા હતા જેથી તે ત્રણેયને ઈજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સાગર યોગેશભાઈ (૧૯), ભાવેશ રમેશભાઇ વારેવડીયા (૧૯) અને ભાવીન રમેશભાઇ નારણીયા (૨૫) રહે. ત્રણેય વરિયાનગર સોઓરડી પાસે મોરબી-૨ વાળાઓને ઇજાઓ પહોંચી હોય ત્રણેયને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, શહેરી વિસ્તારની જેમ જ હાઈવે ઉપર અને હાઇવેની બાજુમાંથી નીકળતા સર્વિસ રોડ ઉપર ઠેરઠેર ગાબડાં પડેલ છે જેથી આવા નાના-મોટા અકસ્માતો દરરોજ બને છે જેમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે માટે સંલગ્ન વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં રોશની લાગણી છે
વૃદ્ધ બેભાન હાલતમાં મળ્યા
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાની કેનાલ પાસે ઓમપાર્કમાં જલધારા એપાર્ટમેન્ટમાં રહેતા નાનજીભાઈ સુંદરજીભાઈ ગામી નામના ૫૩ વર્ષીય વૃદ્ધ ગઈ તા.૨૧ ના સવારે દસેક વાગ્યે ઘરેથી નીકળ્યા હતા અને તેઓ થોરાળા ગામે ગયા હતા.જ્યાં થોરાળા ગામે ખેતરમાંથી બપોરના એકાદ વાગ્યાના અરસામાં નાનજીભાઇ બેભાન હાલતમાં મળી આવતા તેઓને અહીંની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
