વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં બંધ પતિને જામીન ઉપર છોડાવવા કોર્ટમાં ખોટું મેડિકલ સર્ટિ રજૂ કરનાર પત્નીની ધરપકડ


SHARE

















મોરબીની જેલમાં બંધ પતિને જામીન ઉપર છોડાવવા કોર્ટમાં ખોટું મેડિકલ સર્ટિ રજૂ કરનાર પત્નીની ધરપકડ

મોરબીની જેલમાં બંધ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીએ વચ્ચગાળાના જમીન મેળવવા માટે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મેડિકલ સાથે અરજી કરી હતી અને રાજકોટ સરકારી હોસ્પીટલનુ મેડીકલ સર્ટી રજૂ કરવામાં આવ્યું હતું જો કે, તેની ખરાઈ કરવામાં આવતા તે મેડિકલ સર્ટિ ખોટું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા જમીન અરજી કરનારા જેલમાં બંધ આરોપી, તેની પત્ની અને તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો જેમાં જેલમાં બંધ આરોપીની પત્નીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપી મહિલાને જેલ હવાલે કરવામાં આવી છે

મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર એ.એચ.દવે દ્વારા બે માસ પહેલા મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથક ખાતે  અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ (ઉ.૩૬) રહે. હાલ સબ જેલ મોરબી મુળ મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી અને તેની પત્ની અફસાનાબેન અહેમદભાઇ કાસમાણી રહે. મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી તથા તપાસમા ખુલ્લે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે કે, આરોપી અહેમદ ઉર્ફે આમદો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ ના એન.ડી.પી.એસના ગુનામાં પકડાયેલ છે અને આ ગુન્હાના કામે મોરબી સબ જેલમા છે જેથી વચ્ચગાળાના જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ અરજી કરેલ હતી જે અરજીમા પોતાની પત્નીને માસીકની તકલીફ હોય બ્લીડીંગ થતુ હોય કોથળીનુ ઓપરેશન કરાવવાનુ ખોટુ કારણ જણાવ્યુ હતું અને આરોપી અફસાનાબેન અહેમદભાઇ કાસમાણીએ પોતાને બીમારી સબબ રાજકોટ સરકારી હોસ્પીટલનુ ખોટુ મેડીકલ સર્ટી મેળવી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કર્યું હતું અને આરોપીઓએ કોઇપણ રીતે કોઇપણ જગ્યાએ ખોટા બનાવટી મેડિકલ સર્ટી બનાવી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કરતા તેની સામે મોરબી જિલ્લા કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ નોંધાયેલા આ ગુનામાં બોગસ ડોકયુમેન્ટ તૈયાર કરીને કોર્ટમાં રજુ કરવા સબબ આરોપીના પત્ની અફસાનાબેન એમદભાઈ ઉર્ફે આમદો ઉર્ફે ભૂરો સતારભાઈ કાસમાણી જાતે મેમણ (૩૬) રહે. મોચી શેરી મોરબી વાળીની મોરબી બી ડિવિઝન પીએસઆઈ એમ.એન વાડિયા દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં મહિલા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News