મોરબીની જેલમાં બંધ પતિને જામીન ઉપર છોડાવવા કોર્ટમાં ખોટું મેડિકલ સર્ટિ રજૂ કરનાર પત્નીની ધરપકડ
મોરબી-માળીયામાં ઇસુદાન ગઢવીની હાજરીમાં ૨૪મી થી આપની ત્રણ દિવસ પરિવર્તન યાત્રા યોજાશે
SHARE









મોરબી-માળીયામાં ઇસુદાન ગઢવીની હાજરીમાં ૨૪મી થી આપની ત્રણ દિવસ પરિવર્તન યાત્રા યોજાશે
ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. જે અંતર્ગત મોરબી જીલ્લામાં તા ૨૪ થી ૨૭ મે સુધી મોરબી-માળીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા યોજાશે. જેમાં સ્વાગત કાર્યક્રમ, રેલી, જનસંવાદ, ધાર્મિક સ્થળોની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામા આવેલ છે.
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ થવાની છે ત્યારે તા ૨૪ ના રોજ મોરબીના વાવડી રોડ ઉપરના સરદાર ચેમ્બર ખાતે રાત્રે ૮ થી ૧૦ કલાકે ઈસુદાન ગઢવીની જનસંવાદ સભા યોજાશે. ત્યાર બાદ ૨૬ મે ના રોજ સવારે ૯ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પરિવર્તન યાત્રાનું સ્વાગત કરશે પછી બાઈક અને કાર સાથે રેલી શહેરમાં નીકળશે અને બપોરે ૧ વાગ્યે રેલી પૂર્ણ થશે. ત્યાર બાદ સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી ધાર્મિક સ્થળોની મુલાકાત કરવામાં આવશે અને રાત્રે ૮ થી ૧૦ સુધી વાવડી ગામે ગામનો ચોરો જનસંવાદ કાર્યક્રમ યોજાશે. અને તા ૨૭ ના રોજ સવારે ૯ વાગ્યે પરિવર્તન યાત્રા માળિયા મીયાણા જવા રવાના થશે. ૧૦ થી ૧૨ સુધી પરિવર્તન યાત્રા માળિયા મીયાણા શહેરમાં ફરશે ત્યાર બાદ જસાપર ગામે વિરામ કરશે અને ત્યાં ૪ થી ૭ સુધી લોકો સાથે મિટીંગ અને ગામના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. ત્યાર બાદ રાત્રે ૮ વાગ્યે મોરબીની નરસંગ ટેકરી, રવાપર રોડ ખાતે સભા યોજાશે અને ત્યાંથી રાત્રે ૧૦ વાગ્યે પરિવર્તન યાત્રા ધ્રાંગધ્રા તરફ જવા રવાના થશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, રાજુભાઈ કરપડા, કૈલાશદાન ગઢવી સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
