મોરબી-માળીયામાં ઇસુદાન ગઢવીની હાજરીમાં ૨૪મી થી આપની ત્રણ દિવસ પરિવર્તન યાત્રા યોજાશે
મોરબી તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાશે
SHARE









મોરબી તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ ખાતે કે.ડી.પી. મલ્ટીસ્સ્પેશિયલ હોસ્પીટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમા મોરબી તાલુકામાથી મોટી સંખ્યામા કાર્યકર્તા જોડાય તે માટે આયોજન કરવાની મોરબી તાલુકાના હોદેદારોની મીટીંગ સાસંદ મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય ખાતે રાખવામા આવી હતી જેમાં મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, ભાજપના આગેવાન જીજ્ઞેશ કૈલા, જીલ્લા પંચાયતના ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા અને હીરાભાઇ ટમારીયા, ભાજપના આગેવાન કાનજીભાઇ ચાવડા અને વિક્રમસિંહ ઝાલા, મોરબી તાલુકા પંચાયતના ચેરમેન ચેરમેન રાકેશ કાવર, દંડક હર્ષેદ પાચોટીયા, પક્ષના નેતા ભુપતભાઇ સવસેટા, દશુભા ઝાલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલ ધોડાસરા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી, મોર્ચાના પ્રમુખ અને મહામંત્રી, મોરબી તાલુકા પંચાયત સભ્ય, હોદેદારો સહિતના આ બેઠકમાં હાજર રહ્યા હતા
