મોરબી તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાશે
મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત
SHARE









મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત
મોરબીના મચ્છુ-૨ ડેમના કમાન્ડ વિસ્તાર અને નર્મદની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી અને માળીયાના ખેડૂતોને ચોમાસુ વાવેતર માટે પાણી મળે તે જરૂરી છે જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેના માટે માજી ધારાસભ્યએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે
હાલમાં માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સીએમને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે અલગ અલગ ડેમ અને નર્મદા યોજનાની કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે આવી જ રીતે આગામી ચોમાસા પહેલા ખેડૂતો વાવેતર કરી શકે તે માટે માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરેલ છે જો સમયસર ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે તો તેની ઉપજ અને આવકમાં પણ વધારો થશે
