મોરબીમાં બે જુદાજુદા બનાવોમાં ઝેરી દવા પી ગયેલ બે યુવાન સારવારમાં
મોરબીમાં પાંચ વર્ષ પહેલાના અપહરણના ગુનામાં મદદ કરનારની ધરપકડ
SHARE









મોરબીમાં પાંચ વર્ષ પહેલાના અપહરણના ગુનામાં મદદ કરનારની ધરપકડ
મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો જેમાં સગીરાનું અપહરણ થયું હોય કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.જેમાં જે તે સમયે અપ્હત સગીરા અને મુખ્ય આરોપીને જે તે સમયે પોલીસે પકડી પાડયા હતા. ત્યારે સગીરાએ આપેલા નિવેદન આધારે અપહરણના આ બનાવમાં આરોપીને મદદ કરનાર સહ આરોપી કેજે પાંચેક વર્ષથી ફરાર હતો તે સત્યદેવ શ્યામસુંદર મણિલાલ પ્રજાપતિ કુંભાર (ઉમર ૨૩) રહે.પુરાવણી ચકકરનગર જિલ્લોસઇટાવા ઉત્તરપ્રદેશ હાલ રહે.રાતાવિરડાની સીમમાં કલેઆર્ટ સીરામીક તા.વાંકાનેર જીલ્લો મોરબીની વર્ષ ૨૦૧૭ ના અપહરણના ગુનામાં હાલમાં તાલુકા પીએસઆઇ વિરલ પટેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે જે-તે સમયે અપહરણ કરવામાં આવેલી સગીરાને લઇને આરોપી રાજસ્થાનના જયપુર ગયો હતો અને ત્યાં આ સત્યદેવ પ્રજાપતિ તેમજ અન્ય એક ઇસમ દ્વારા સાથે ત્યાં મજૂરી કામ કરવામાં આવ્યું હતું અને આરોપીને મદદગારી પણ કરવામાં આવી હતી.હાલ સત્યદેવની ધરપકડ કરીને આ ગુનામાં સંડોવાયેલા હજુ એક ઈસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા સંજુ મનોજભાઈ સોલંકી જાતે દેવીપુજક નામના ૨૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફિનાઇલની ગોળીઓ પી લેતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે જેતપર ગામના શારદાનગર વિસ્તારમાં રહેતા અવચરભાઈ મોતીભાઈ કુંઢીયા નામના ૬૪ વર્ષીય વૃદ્ધ ગોરખીજડીયા ગામ પાસેથી પોતાના પુત્રના બાઈકની પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓ વાહનમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવારમાં અહીંની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
