મોરબીમાં પાંચ વર્ષ પહેલાના અપહરણના ગુનામાં મદદ કરનારની ધરપકડ
મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા આયોજીત સતશ્રીની કથામાં રક્તદાન કેમ્પનું આયોજન
SHARE









મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા આયોજીત સતશ્રીની કથામાં રક્તદાન કેમ્પનું આયોજન
મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાની સાથે તા.૨૭ ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને રાતે ૮ થી ૧૧ સુધી કથા સ્થળે સ્વામિનારાયણ સંસ્કારધામ બ્લડ બેંકના સૌજન્યથી રક્તદાન કેમ્પ યોજાશે
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કથા શ્રવણ કરી રહ્યા છે તેમજ દરરોજ દેશ વિદેશમાં રહેતા આઠ લાખ જેટલા લોકો ઓનલાઈન કથા નિહાળી સંસારની આધિ,વ્યાધિ, ઉપાધિ માંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે માનવજીવન માટે અમૂલ્ય એવું રક્ત એકત્ર કરવું ખુબજ જરૂરી હોય રક્તદાન એ સૌથી મહત્વનું અગત્યનું દાન છે. આપણું એક વખતનું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે,રક્તદાન કરનારને કેન્સરનું ઝોખમ ઘટે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, હૃદયરોગની પણ સંભાવના ઘટે છે,રક્તકણોના ઉત્પાદનમાં વેગ મળે છે, શરીરમાં લોહતત્વને મેઇન્ટેન કરે છે,રક્તદાનના આવા અનેક ફાયદા હોય ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ- મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે આનંદભાઈ અઘારા પોપટભાઈ કગથરા, દિનેશભાઈ વડસોલા રમેશભાઈ માકાસણા સંસ્કાર બ્લડ બેન્ક, હેતલબેન પટેલ અનસ્ટોપેબલ વોરિયર્સ વગેરે પાસે રજિસ્ટ્રેશન કરાવો અથવા કથા સ્થળે રજીસ્ટ્રેશન કરાવો, કદાચ રજીસ્ટ્રેશન ન થાય તો પણ રક્તદાનના દિવસે સ્થળ પર પણ રક્તદાન કરી શકશો આ રીતે ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવેલ છે.
ચકલીના માળાનું વિતરણ
મોરબીમાં રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કથા શ્રવણ કરી રહ્યા છે ત્યારે ટંકારાના લખધીરગઢ ગામના બાલાજી & મારુતિ ગ્રુપ દ્વારા ૬૫૦ જેટલા કાષ્ઠના ચકલી ઘર અને પ્લાસ્ટિકના ચકલીના માળાનું કથા સ્થળે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
