મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા આયોજીત સતશ્રીની કથામાં રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીમાં વરસાદી પાણીના નિકલ માટે વોકળાની સફાઈ ચાલુ
SHARE









મોરબીમાં વરસાદી પાણીના નિકલ માટે વોકળાની સફાઈ ચાલુ
મોરબી પાલિકા દ્વારા હાલમાં વરસાદી પાણીના નીકળોને ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રવાપર રોડ ઉપર આવેલા વોકળાથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવી જ રીતે પ્રિ-મોનસુન કામગીરીના ભાગ રૂપે જુદાજુદા વિસ્તારોમાં વરસાદી પાણીના રસ્ત ખુલ્લા કરવામાં આવશે
મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકલના ઘણા રસ્ત બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને ચોમાસમાં મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરતા હોય છે ત્યારે હાલમાં પ્રિ-મોનસુન કામગીરીના ભાગ રૂપે વોકળા સાફ કરવામાં આવી રહ્યા છે ત્યારે રવાપર રોડ ઉપર આવેલા વોકળાથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ક્રમશ: બીજા વિસ્તારમાં પણ આવી જ રીતે સફાઈ કામગીરી કરવામાં આવશે જો કે, સફાઈની સાથો સાથ વરસાદી પાણીના નિકલના રસ્તા બંધ કરીને જે દબાણો કરી નાખવામાં આવેલ છે તેને પણ દૂર કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ ન થવાના લીધે લોકોના ઘર, દુકાન, ગોડાઉન વિગેરેમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને લોકોને નુકશાની સહન કરવી પડે છે ત્યારે આ દિશામાં પાલિકા દ્વારા કયારે કોઈ કામ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે
