વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !
SHARE









વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ૨૮ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવાનો છે જેમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવા માટે દરેક જિલ્લાને ભાજપમાંથી ટાર્ગેટ આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૧૦ હજારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે
મોરબી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં વધુમાં વધુ જાણ મેદની મોરબી જિલ્લામાંથી એકત્રિત કરવા માટે હાલમાં સતત દોડધામ કરવામાં આવી રહી છે અને ૨૩૦ જેટલી બસો અને ૨૦૦ કાર મોરબી જિલ્લામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે જવાની છે અને તેના માટે જુદાજુદા ગામોમાં શુક્રવારે સાંજે બસ પહોચાડી દેવામાં આવશે અને શનિવારે સવારે પાંચ વાગ્યે તમામ વાહનો મોરબી જિલ્લાના જુદાજુદા નક્કી કરેલા રૂટ ઉપરથી રવાના કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાની ૧૪ કોલેજને ફરજીયાત ૫૦-૫૦ વિદ્યાર્થીઓને ટાર્ગેટ આપવામાં આવેલ છે તેવી જ રીતે ગામડા, તાલુકા અને જિલ્લાના હોદેદારોને જનમેદની એકત્રિત કરવા માટે ચોકસા ટાર્ગેટ આપવામાં આવેલ છે ત્યારે આ મુદે પત્રકાર પરિષદ યોજીને જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લાના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવવાના છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આ કાર્યક્રમમાં ૧૦ હજાર લોકો જવાના છે તેના માટેની તમામ વ્યવસ્થા અને તૈયારી કરી લેવામાં આવેલ છે
