વાંકાનેરના ઢુવા ગામના પાટિયા પાસે ડીઝલ પી ગયેલા બિહારી યુવાનનું સારવારમાં મોત
મોરબીમાં સરદાર-૨ વિજય પીચ સામે પાર્ક કરેલા બાઈકની ચોરી
SHARE









મોરબીમાં સરદાર-૨ વિજય પીચ સામે પાર્ક કરેલા બાઈકની ચોરી
મોરબીના શનાળા રોડની બાજુમાં આવેલા કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર-૨ વિજય પીચ સામે પાર્ક કરેલ બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડની બાજુમાં આવેલા કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર-૨ વિજય પિચ સામેના ભાગમાં રહેતા પ્રહલાદભાઈ નરભેરામભાઈ બારૈયા જાતે પટેલ (ઉંમર ૪૭) એ પોતાનું હોન્ડા સાઇન ડ્રિમ બાઇક નં જીજે ૩૬ એબી ૭૦૧૭ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે ૬૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ગત તા. ૧૦/૪ ના રાતના સમય દરમ્યાન ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ રાજેશભાઈ પરેચા નામનો ૨૫ વર્ષીય યુવાન પગપાળા જતો હતો ત્યારે રિક્ષા ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત રવિભાઈને સારવાર માટે સિવિલે લેવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના અમરેલી ગામે રહેતો ઉપેન્દ્ર કાંતિલાલ ચારોલા નામનો ૩૫ વર્ષીય યુવાન મોરબીના રાજનગર પાસે પંચાસર રોડ ઉપરથી બાઈકમાં જતો હતો ત્યાં રસ્તામાં તે બાઇકમાંથી પડી જતા ઇજાઓ થવાથી ઉપેન્દ્રભાઇને સારવાર માટે ખસેડાયો હતો.
પરિણીતા સારવારમાં
મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં રહેતા ફરીદાબેન અનવરભાઇ મોવર નામની ૩૪ વર્ષીય મહિલાને તેના ઘેર તેના પતિએ ગરમ તેલ છાંટતાં દાઝી જવાથી ફરીદાબેનને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડા દ્વારા બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવેલ છે.
