મોરબી જિલ્લામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે
SHARE









મોરબી જિલ્લામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે
મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના પાંચેય તાલુકામાં વિદ્યાર્થીઓને સગવડ પડે તેવી વ્યવસ્થા અધિકારી દ્વારા કરવામાં આવી છે
મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પાંચેય તાલુકામાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૩૦ ના રોજ મોરબીની ધી વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ ખાતે, તા.૪ ના રોજ હળવદની રાજોધરજી હાઇસ્કુલ, વાંકાનેરની મહોમદી લોકશાળા-ચંદ્રપુર, ટંકારાની એસ.પી.દોશી વિદ્યાલય અને માળિયાની કે.પી. હોથી હાઇસ્કુલ-સરવડ ખાતે પણ સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમ યોજાશે. જેમાં તજજ્ઞનું માર્ગદર્શન આપશે ત્યાર બાદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું સેશન પણ રાખવામા આવ્યું છે
શનિદેવ જયંતિ નિમિત્તે મહાયજ્ઞ
મોરબીના પરસોત્તમ ચોક મંદિર ખાતે આવેલા શનિદેવના મંદિરે વૈશાખ વદ અમાસને તા. ૩૦ મે ને સોમવારના રોજ શનિદેવ જયંતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી તેમજ રાત્રે ૯:૩૦ કલાકે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે
