મોરબી જિલ્લામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે
મોરબીમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર ઉપરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરીત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.
તમાકુ નિષેઘને લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનો ત્યાગ કરી તમાકુ ઉપર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરીને પોતાના જીવનમાં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.તા.૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસે 'જીવવું હોય તો વ્યસન છોડો, નહીંતર વ્યસન જીવતાં નહિં છોડે' એટલે કે 'કહો..તમાકુને ના..જિંદગી ને હા..' અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવાં માટે કેટેગરી મુજબ પ્રશ્નોનાં ઉત્તરનો વિડીયો બનાવીને કેન્દ્ર સંચાલક એલ.એમ.ભટ્ટ અથવા દિપેનભાઈ ભટ્ટના મોબાઇલ નંબર પૈકી કોઇએક નંબર ઉપર મોકલી આપવાના રહેશે.વોટસપ નંબર 9824912230, 8780127202 અથવા 97279 86386 ઉપર છેલ્લી તા.૩૧-૫ રાત્રીના નવ વાગ્યા સુધીમાં.મોકલી આપવાના રહેશે.કેટેગરી જાણવા તેમજ બનાવેલ વિડીયો મોકલવા ઉપર આપેલા નંબરો ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
