મોરબીમાં કરોડોનું કૌભાંડ કરવા માટે ખોટા આધાર કાર્ડ બનાવવા મદદ કરનારા આરોપીની ધરપકડ
મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન
SHARE









મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન
મોરબીના શકત શનાળા ગામે તેમજ મહેન્દ્રનગર ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮-૬ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તે રીતે જ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પણ ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા અને રાજેશ ગોરધનભાઈ બાવરવાના પરિવાર દ્વારા આવતી કાલ તા.૨૯ ને રવિવારના રોજ મહેન્દ્રનગર ગામે કાના બાપાના પ્લોટ, ઉમિયા ગરબીચોક હનુમાન મંદિર પાછળ રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ-નેકનામના દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાવાનો હોય ઉપરોક્ત બંને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
