હળવદના ધનાળા પાસે ટ્રેનની હડફેટે ચડી ગયેલી મહિલા ગંભીર હાલતમાં સારવારમાં
SHARE









હળવદના ધનાળા પાસે ટ્રેનની હડફેટે ચડી ગયેલી મહિલા ગંભીર હાલતમાં સારવારમાં
હળવદ તાલુકાના કેદારીયા ગામની રહેવાસી મહિલા ધનાળા અને કેદારીયાની વચ્ચે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી હતી ત્યાં પગ ફસાઈ જવાથી તે ત્યાંથી નીકળેલ ટ્રેનની હડફેટે ચડી જતા પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી હળવદ બાદ વધુ સારવાર માટે અહીંની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના કેદારીયા ગામના વતની મિતલબેન વિરલભાઇ ટોટા નામની ૨૪ વર્ષીય મહિલા ધનાળા અને કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે રેલ્વે ટ્રેક ક્રોસ કરતાં સમયે તેમનો પગ ફસાઇ ગયો હતો અને ત્યારે ટ્રેન આવી જતાં ટ્રેનની હડફેટે ચઢી ગયા હતા જેથી તેઓને હળવદ ખાતે સારવારમાં લવાયા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ. બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારમાં હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના ઘનશ્યામગઢ ગામના પ્રવીણભાઈ વસ્તાભાઇ સુરાણી નામના ૫૧ વર્ષિય આધેડ ગામ પાસેથી બાઇક લઇને જતા હતા તે દરમિયાનમાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેમણે અહીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા અમીરૂદ્દીન અકબરભાઈ વેગડી તેમજ હુસૈન અબ્બાસભાઈ વેગડી નામના બે યુવાનોને બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયા હતા.
બાળક સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો મોહિત દિનેશભાઇ ઝાપડા નામનો ૯ વર્ષીય બાળક ઘરેથી સામાન લેવા માટે સાયકલ લઈને દુકાન તરફ જતો હતો ત્યારે રસ્તામાં તે બાલમંદિર પાસે પડી જતાં ઇજાઓ થવાથી સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અજય જલાભાઇ ફાંગલીયા (ઉંમર ૧૭) રહે.ત્રાજપર સામાકાંઠે મોરબી-૨ ને ઈજાઓ પહોંચી હોય તેને સારવાર માટે અહીંની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ નજીક રહેતા બ્રહ્મજીતભાઈ અનંતભાઈ ચેન (૨૮) ને માર્વેલ સિરામિક ઊંચી માંડલ નજીક મારામારીના બનાવમાં મુઢ ઇજાઓ થવાથી તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે.જ્યારે મોરબીના પાડાપુલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા વીસીપરા વિસ્તારમાં રહેતા સાજીદ અસગરભાઇ બધાણી નામના એકવીસ વર્ષીય યુવાનને પણ સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.
