લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી કથામાં રક્તદાન કેમ્પ યોજાયો


SHARE

















મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી કથામાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં સંસારની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે  માનવજીવન માટે અમૂલ્ય એવું રક્ત એકત્ર કરવું ખુબજ જરૂરી હોય રક્તદાન એ સૌથી મહત્વનું અગત્યનું દાન હોય. આપણું એક વખતનું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે, રક્તદાન કરનારને કેન્સરનું ઝોખમ ઘટે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, હૃદયરોગની પણ સંભાવના ઘટે છે, રક્તકણોના ઉત્પાદનમાં વેગ મળે છે, શરીરમાં લોહતત્વને મેઇન્ટેન કરે છે,રક્તદાનના આવા અનેક ફાયદા હોય ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ- મોરબી દ્વારા  રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું એમાં ૧૮૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું સતશ્રી સાથે પધારેલ સર્વ મંગલ સ્વામી સહિતના તમામ સંતો તેમજ તમામ વ્યવસ્થાપક સ્ટાફ દ્વારા રક્ત કરવામાં આવ્યું હતું, હેતલબેન પટેલની પુત્રી દ્રષ્ટિનો જન્મ દિવસ હોય એમના તરફથી તમામ રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી અને આ કેમ્પને સફળ બનાવવા માટે સંસ્કાર બ્લડ બેન્ક અને અનસ્ટોપેબલ વોરિયર્સની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News