મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી કથામાં રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના પરબજાર સહિતના વિસ્તારમાં વીજળી ધાંધિયા: ફોલ્ટી સેન્ટર પણ ફોલ્ટમાં !
SHARE









મોરબીના પરબજાર સહિતના વિસ્તારમાં વીજળી ધાંધિયા: ફોલ્ટી સેન્ટર પણ ફોલ્ટમાં !
હજુ તો ચોમાસુ આવ્યું નથી ત્યાં મોરબીમાં વીજ ધાંધિયા શરૂ થઈ ગયા છે અને વારંવાર વીજળી ગુલ થઈ જાય છે અને એક કે બે કલાક સુધી વીજ પુરવઠો પાછો કાર્યરત થતો નથી જેથી કરીને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આવા સમયે વીજ કંપનીના ફોલ્ટી સેન્ટર પણ ફોલ્ટમાં જતાં રહે છે જેથી કરીને વીજ કંપનીના ગ્રાહકો કોઈને ફરિયાદ પણ કરી શકતા નથી
હાલમાં ઉનાળોના છેલ્લા દિવાસો છે અને ચોમાસુ સક્રિય થવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વીજ કંપની દ્વારા કેવી પ્રીમોનસુન કામગીરી કરવામાં આવી છે તેની સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે મોરબીમાં પરાબજાર મેઈન રોડ સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિવસે અને રાતના સમયે ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને એક કે બે કલાક સુધી લાઇટ આવતી નથી જેથી કરીને લોકોને નાછૂટકે ગરમીમાં રહેવું પડે છે અને આટલું થોડું હોય તેમ વારંવાર વીજળી ગુલ થઈ જાય ત્યારે ગ્રાહકો ફોલ્ટી સેન્ટરમાં ફોન કરે તો પહેલા તો ફોન લગતા જ નથી અને જો ફોન લાગે તો સામેથી સંતોષકારકા જવાબ આપવામાં આવતા નથી એટ્લે કે ફોલ્ટી સેન્ટર જ ફોલ્ટમાં જતાં રહે છે જેથી વીજ કંપનીના ગ્રાહકો કોઈને ફરિયાદ પણ કરી શકતા નથી ત્યારે જવાબદાર અધિકારી દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી વીજ કંપનીના ગ્રાહકોની માંગ છે
